VIDEO:ચંદીગઢમાં કેબ ચાલકોની હડતાળ યથાવત
ચંદીગઢમાં કેબ ચાલકો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. ચાલકોની મુખ્ય માંગ એગ્રિ

ચંદીગઢમાં કેબ ચાલકો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. ચાલકોની મુખ્ય માંગ એગ્રિગેટર પોલિસી 2025 નો તાત્કાલિક અમલ કરવાની અને ભાડામાં વધારો કરવાની છે. તેમનું કહેવું છે કે વધતી મોંઘવારીને કારણે હાલના ભાડામાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનને કારણે શહેરમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેબ યુનિયનના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની વાજબી માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.


