Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Open firing in Chandigarh, questions raised over security arrangements

VIDEO : ચંદીગઢમાં ખુલ્લેઆમ ગોળીબાર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચંદીગઢના વીઆઈપી ગણાતા સેક્ટર ૧૧માં એક મેડિકલ સ્ટોરની બહાર અજાણ્યા બદમાશો દ્વારા ખુલ્લેઆમ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. આ અચાનક થયેલા ગોળીબારને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને સનસનાટી મચી ગઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ દુકાનને નિશાન બનાવીને હવામાં અને દુકાન તરફ ગોળીઓ ચલાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ મામલો ખંડણી અથવા જૂની અદાવતનો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને હુમલાખોરોની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.

App Store
ટોપિક્સ:gstvgstv newschandigarh