મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીની દાઢી સેટ કરતાં ધંધો પણ થઈ ગયો સેટ, હવે આ વાળંદના ત્યાં લાગી એટલી બધી ભીડ કે... 

લોકસભા ચૂંટણીનાં પરિણામ શું આવશે એ તો ચાર જૂને જ ખબર પડશે. પરંતુ અત્યારે તો નેતાઓ પ્રચ

રાહુલ ગાંધીની દાઢી સેટ કરતાં ધંધો પણ થઈ ગયો સેટ, હવે આ વાળંદના ત્યાં લાગી એટલી બધી ભીડ કે... 

લોકસભા ચૂંટણીનાં પરિણામ શું આવશે એ તો ચાર જૂને જ ખબર પડશે. પરંતુ અત્યારે તો નેતાઓ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આવામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાયબરેલીના લાલગંજમાં એક સલૂનમાં દાઢી સેટ કરાવી હતી. અને દાઢી સેટ કરનાર સલૂનવાળાનો ધંધો પણ સેટ થઈ ગયો છે. 

રાહુલ ગાંધીની દાઢી સેટ કરનાર સલૂન માલિક મિથુન કહે છે કે રાહુલ ગાંધીનું તેની દુકાનમાં આવવું અકલ્પનીય હતું. સોમવારના રોજ, રાહુલ જીની દાઢી સેટ કરતાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મોબાઈલની ઘંટડી વાગવા લાગી હતી.  તે દિવસે દુકાન બંધ થઈ ત્યારે રાતના 11 વાગ્યા હતા. સામાન્ય રીતે દુકાન સાંજે 7:30 વાગ્યે બંધ થઈ જાય છે. રાત્રે 3 વાગ્યા સુધી મને ફોન આવતા રહ્યા. આખરે મેં મોબાઈલ સ્વિચ ઓફ કર્યો. મંગળવારે સવારે 7 વાગે મેં મારો મોબાઈલ ખોલ્યો તો ફરી કોલ આવવા લાગ્યા. મારા ગ્રામજનો પણ ખૂબ ખુશ છે. ત્યાંથી પણ ઘણા લોકોએ મને ફોન કર્યો.

હવે દરરોજ રવિવાર છે

મિથુન કહે છે કે રાહુલે દાઢી સેટ કરાવી ત્યારથી દુકાનમાં ભીડ વધી ગઈ છે. છેલ્લા બે દિવસ રવિવારની જેમ પસાર થયા. કોઈપણ વાળંદની દુકાનમાં રવિવારે ગ્રાહકોની ભીડ વધુ હોય છે.  મિથુન કહે છે કે રવિવારે 40-50 લોકો દુકાને આવે છે. દરરોજ ગ્રાહકોની સંખ્યા 15-20 છે. રાહુલના આગમનથી છેલ્લા બે દિવસ રવિવારની જેમ પસાર થઈ ગયા. બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 30-40 લોકો આવી ગયા હતા.

ક્યારેય વિચાર્યું ના હતું કે, રાહુલ ગાંધીની દાઢી સેટ કરવા મળશે 

મિથુન લાલગંજથી 16 કિમી દૂર સારેની નગર પાસેના બરદરા ગામનો રહેવાસી છે. તેના લગ્ન થોડા સમય પહેલા તાલા ગામે થયા હતા. 7 મહિનાની દીકરી છે. તે તેની પત્ની અને બાળક સાથે લાલગંજ શહેરમાં ભાડાના મકાનમાં રહે છે. મિથુનની પત્ની પણ રાહુલ ગાંધીના આવવાથી ખૂબ ખુશ છે. સોમવારે રાત્રે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે મિથુનને કહ્યું કે તેણે સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે તે રાહુલ ગાંધીની દાઢી કાપશે. 

આ સમાચાર શેર કરો