Video: કારના બોનેટ પર ટ્રાફિક જવાનને ઘસડનાર બંને આરોપીઓ ઝડપાયા

નવી મુંબઈના કલાંબોલીમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી કારના બોનેટ પર પોલીસકર્મીને જીવ જોખમમાં મૂકીને ૨૦૦ મીટર સુધી ઘસડી જવાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે નાસી છૂટેલા બંને મુખ્ય આરોપીઓને જલગાંવ અને અહિલ્યાનગરથી દબોચી લીધા છે. પોલીસની આ સત્વરે કરાયેલી કાર્યવાહીથી આરોપીઓનો નાપાક ઇરાદો નિષ્ફળ ગયો છે અને કાયદાનો સકંજો કડક બન્યો છે. પોલીસ આ માەલે વધુ પૂછપરછ હાથ ધરી રહી છે.
જાહેરાત








