VIDEO: બોલિવૂડ એક્ટર ઇમરાન ખાનની અટકાયત! મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાંથી પોલીસે લીધા જાપ્તામાં
દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શનના આહ્વાનને પગલે રાજકીય અને સામાજિક ગરમાવો વધી ગયો છે. મુંબઈના ઐતિહાસિક ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે CJPના સમર્થનમાં યોજાનારા વિરોધ પ્રદર્શન સ્થળેથી બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનની પોલીસે અટકાયત કરી છે.
જાણવા મળ્યા મુજબ, CJPના દેશવ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે ધરણાં અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે મુંબઈ પોલીસે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને મંજૂરી વિના ભેગા થઈ રહેલા લોકોને રોકવાનું શરૂ કર્યું હતું.
અભિનેતા ઇમરાન ખાન વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે ઑગસ્ટ ક્રાંતિ મેદાન પહોંચ્યા હતા, જ્યાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને તેમની અટકાયત કરી લીધી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડીને નજીકના પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. દિલ્હીમાં મોટા પાયે ચાલી રહેલા વિરોધ અને ધરપકડો વચ્ચે મુંબઈમાં પણ સેલેબ્રિટીઝ અને કાર્યકરો રસ્તા પર ઉતરતાં માહોલ ગરમાયો છે.

