મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મમતાની રેલીમાં ભાજપ કાર્યકર્તાઓએ ઈંડા ફેંકવાનો આરોપ

કોલકાતામાં ટીએમસી ચીફ મમતા બેનર્જીના વિરોધ પ્રદર્શન પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે ઇંડા ફેંકવા અ

તસવીર: gstv

કોલકાતામાં ટીએમસી ચીફ મમતા બેનર્જીના વિરોધ પ્રદર્શન પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે ઇંડા ફેંકવા અને ચોર-ચોરના નારા લગાવવાનો આરોપ છે. એક વીડિયોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને ટીએમસીના કાર્યકરો બાખડતા નજરે પડી રહ્યા છે. એક અહેવાલ મુજબ ટીએમસી અને ભાજપના કાર્યકરો પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ વિરોધ પ્રદર્શન બાદ મમતા બેનર્જીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. પોલીસ પ્રશાસન ભાજપના કાર્યકરોની જેમ કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ હાઈકોર્ટમાં અદાલતના આદેશની અવમાનનાને લઈને કેસ દાખલ કરશે. રેલીની શરૂઆતમાં ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે શરૂ થયેલી ઝપાઝપી અંત સુધી ચાલુ રહી હતી. આ વિરોધ પ્રદર્શનનું અંતિમ બિંદુ મમતા બેનર્જીના ઘર પાસે આવેલ હઝારા ક્રોસિંગ હતું. અહીં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ સમાચાર શેર કરો