Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP strengthened in Meghalaya; 8 UDP MLAs join party

મેઘાલયમાં ભાજપ મજબૂત બન્યું; UDPના 8 ધારાસભ્યો પક્ષમાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
મેઘાલયમાં ભાજપ મજબૂત બન્યું; UDPના 8 ધારાસભ્યો પક્ષમાં જોડાયા
સોર્સ : gstv
ઉત્તર-પૂર્વમાંથી ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. મેઘાલયના અગ્રણી પ્રાદેશિક પક્ષ 'યુડીપી' (UDP) ના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ તમામ આઠ ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી, જેમાં કિરેન રિજિજુએ સમજાવ્યું હતું કે શા માટે આ આઠ યુડીપી ધારાસભ્યોએ પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો.
App Store
 
પીએમ મોદીનું નેતૃત્વ અને ઉત્તર-પૂર્વમાં થયેલો વિકાસ તેમના મન બદલવાનું કારણ બન્યા 
 
પત્રકાર પરિષદને સંબોધતા સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, "અમે મેઘાલય વિધાનસભાના આઠ ધારાસભ્યોનું ભાજપ પરિવારમાં સ્વાગત કરીએ છીએ. તેઓ અગાઉ એક મુખ્ય પ્રાદેશિક પક્ષ 'યુડીપી' સાથે જોડાયેલા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષોમાં ઉત્તર-પૂર્વ અને મેઘાલયમાં જોવા મળેલી પ્રગતિ અને પરિવર્તન, આ ક્ષેત્રના લોકો સાથે તેમનો હૃદયસ્પર્શી સંબંધ અને ભાજપે ઉત્તર-પૂર્વમાં વિકાસની રાજનીતિમાં જે ક્રાંતિ લાવી છે - તેવા પરિબળોથી પ્રભાવિત થઈને આ આઠ ધારાસભ્યો પીએમ મોદી અને અમારી ભાજપ-શાસિત સરકારના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત થયા છે."
ટોપિક્સ:GSTV NewsGujarati News