Video: લખનઉમાં ભાજપની પદયાત્રા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં પદયાત્રામાં ભાગ લીધો હતો. પદયાત્રા દરમિયાન લોકતંત્રની રક્ષા અને અરાજકતા સામે લડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પક્ષના નેતાઓએ કાર્યકરો સાથે જનસંપર્ક પણ કર્યો હતો. લખનઉમાં યોજાયેલી આ પદયાત્રા દરમિયાન ભાજપના અનેક કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત








