ભાજપાએ મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યમાંથી 30 નેતાઓની પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી
દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમે

દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ત્યારે ઘણી બેઠકો પરના નારાજ નેતાઓ બંડ પોકારી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા બાદ હવે ઝારખંડમાં પણ એક્શન મોડમાં છે. પાર્ટી વિરુદ્ધ કામ કરનારા નેતાઓ સામે ઝારખંડમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા કડક વલણ અપનાવતા 30 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા. આ એવા નેતાઓ છે જેમણે જાહેર કરાયેલા ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પાર્ટીએ એક નિવેદન દ્વારા આ જાણકારી આપી. ભાજપે કહ્યું કે વિવિધ વિધાનસભા બેઠકો પર પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા 30 નેતાઓને હાંકી કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ 'આતંકીઓને આશ્રય આપનારાના ઘર જમીનદોસ્ત કરી દો', J&Kમાં LGનો આદેશ
પાર્ટીએ કહ્યું કે ભાજપના તમામ બળવાખોર નેતાઓને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બાબુલાલ મરાંડી, મહામંત્રી અને સાંસદ ડૉ. પ્રદીપ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો સામે ઉમેદવારી નોંધાવીને પક્ષની નીતિઓ વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા 30 બળવાખોર ભાજપના નેતાઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, 40 બળવાખોરોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
બીજેપીના પ્રદેશ કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદન મુજબ ચંદ્રમા કુમારી પલામુ, કુમકુમ દેવી હજારીબાગ, લક્ષ્મી દેવી પલામુ, જુલી યાદવ દુમકા, બળવંત સિંહ લાતેહાર, અરવિંદ સિંહ ખરસાવાન, બટેશ્વર મહેતા હજારીબાગ, ભૈયા બાંકે બિહારી હજારીબાગ, ચિતરંજન સાવ બોકારો, કર્નલ સંજયસિંહ પલામુ, હર્ષ અજમેરા હજારીબાગ, હજારી પ્રસાદ સાહુ રાંચી ગ્રામીણ, મિસર કુજુર ગુમલા, મિસ્ત્રી સોરેન પાકુડ, મુકેશ કુમાર શુક્લા પાકુડ, પુષ્પરંજન પલામુ અને રાજકુમાર સિંહ જમશેદપુરને હાંકી કાઢવામાં આવ્યા છે.
આ ઉપરાંત રામાવતાર કેરકેટ્ટા રાંચી ગ્રામીણ, રામદેવ હેમબ્રમ પૂર્વ સિંહભૂમ, રામેશ્વર ઉરાંવ લોહરદગા, સંતોષ પાસવાન લાતેહાર, શિવચરણ મહતો પાકુડ, શિવશંકર બડાઈક ખુંટી, શિવ શંકર સિંહ જમશેદપુર, સુરેન્દ્ર મોદી હજારીબાગ, ઉપેન્દ્ર યાદવ ગઢવા, ઉમેશ ભારતી ચતરા, વિકાસ સિંહ જમશેદપુર મહાનગર, વિનોદ સિંહ પલામુને પણ છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 81 સભ્યોની ઝારખંડ વિધાનસભા માટે બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.






