મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં ફક્ત એક જ ન

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં ફક્ત એક જ નામ સામેલ છે. ભાજપે મોહન સિંહ બિષ્ટને મુસ્તફાબાદ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે (11મી જાન્યુઆરી) 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદી જાહેર થયા પછી ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટએ બળવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'જો ભાજપ એવું વિચારે છે કે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મેદાનમાં ઉતારીને જીતી જશે, તો તે ભૂલ છે.'

મોહન સિંહ બિષ્ટ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

દિલ્હીની કરાવલ નગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટે પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું છે. આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે, મોહન બિષ્ટ 1998, 2003, 2008, 2013 અને 2020માં કરાવલ નગરથી જીત્યા છે. વર્ષ 2015માં AAP લહેરમાં તે કપિલ મિશ્રા સામે હારી ગયા હતા.

આ સમાચાર શેર કરો