દેશના તમામ રાજ્યોમાં બાઈક ટેક્સી દોડશે, મંજૂરી આપવા રાજ્યોને અપીલ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના તમામ રાજ્યોની સરકારોને ખાનગી ટુ-વ્હીલર વાહનો દ્વારા બાઇક ટેક્સી સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો તમામ રાજ્યો આ સેવાને લીલી ઝંડી આપી દે, તો દેશભરમાં અંદાજે 8 કરોડ લોકોને રોજગારી અને આજીવિકાની નવી તકો મળી શકે છે. આ સાથે જ ટ્રાફિક નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે મોટર વાહન અધિનિયમમાં સુધારો કરીને નવો કાયદો લાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ખાનગી ટુ-વ્હીલર્સને પેસેન્જર ટ્રાન્સપોર્ટની મંજૂરી આપવા રાજ્યોને અપીલ
નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી ટુ-વ્હીલર વાહનો—જેમ કે સ્કૂટર અને મોટરસાયકલ—ને મુસાફરોની હેરફેર માટે વાપરવાની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. પરંતુ ભારતીય બંધારણ મુજબ ટ્રાન્સપોર્ટ એ રાજ્ય સરકારોનો વિષય હોવાથી કેટલાક રાજ્યો હજુ પણ પોતાના વિસ્તારોમાં બાઇક ટેક્સીને કાયદેસર મંજૂરી આપી રહ્યા નથી. તેમણે રાજ્યોને વિનંતી કરતાં કહ્યું કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને નાના નગરોમાં જ્યાં નોકરીઓની તકો મર્યાદિત છે, ત્યાં બાઇક ટેક્સી સેવાઓ સ્થાનિક યુવાનો અને નાગરિકો માટે વધારાની કમાણી તેમજ આજીવિકાનું એક ઉત્તમ સાધન બની શકે છે.
ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ લાગુ થશે
ડ્રાઇવરોના સ્વાસ્થ્ય માટે 'સુરક્ષા' પાયલટ પ્રોજેક્ટ શરૂ
કેન્દ્રીય મંત્રીએ હાઇવે નિર્માણ પ્રોજેક્ટ્સ અને ખાણોમાં કામ કરતા ડ્રાઇવરો તેમજ હાઇ-રિસ્ક કામદારોના આરોગ્યની જાળવણી માટે 'સુરક્ષા' નામના પાયલટ પ્રોગ્રામનો શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ સ્થળ પર જ ફ્રી મેડિકલ તપાસ અને હેલ્થ કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવશે. શરૂઆતી તબક્કામાં આ કાર્યક્રમ મહારાષ્ટ્રના નાગપુર-કામ્પ્ટી હાઇવે પટ્ટા અને ચંદ્રપુરના માઇનિંગ ક્ષેત્રના 150 કિલોમીટર વિસ્તારમાં લાગુ કરાયો છે, જેમાં પ્રથમ તબક્કે 10,000 કામદારોને આવરી લેવાનું લક્ષ્ય છે. નીતિન ગડકરીએ ભાર મૂકતાં જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા માટે ડ્રાઇવરોનું શારીરિક સ્વાસ્થ્ય સર્વોપરી છે, અને તેમની કામ કરવાની કપરી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમની આંખોની નિયમિત તપાસ તેમજ અન્ય વ્યવસાયિક આરોગ્ય સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે.

