VIDEO: GDPની વૃદ્ધિ દેશના લોકો માટે છે કે પછી તેનો લાભ માત્ર કેટલાક લોકો સુધી જ સીમિત? : પિત્રોડા
સોર્સ : gstv
તાજેતરના જીડીપીના આંકડાઓ જાહેર થયા બાદ સરકાર ઉપલબ્ધીઓ વર્ણવી રહી છે. બીજી તરફ સેમ પિત્રોડાએ 7.8 ટકા GDP ગ્રોથના ફાયદા સામાન્ય લોકો સુધી પહોંચવા પર સવાલ ઉઠાવ્યો. ભારતના નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા વાસ્તવિક GDP વૃદ્ધિના આંકડા પર પણ સામ પિત્રોડાએ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, આર્થિક વિકાસનું આકલન માત્ર આંકડાઓથી નહીં, પરંતુ એ આધારે પણ થવું જોઈએ કે તેનો ફાયદો સામાન્ય લોકો સુધી કેટલો પહોંચ્યો. શું આ વૃદ્ધિ દેશના લોકો માટે છે કે પછી તેનો લાભ માત્ર કેટલાક લોકો સુધી જ સીમિત છે. તેમણે મોંઘવારીનો ઉલ્લેખ કરતા પેટ્રોલ, ગેસ, ભોજન અને ભાડાના વધતા ખર્ચ પર પણ સવાલ ઉઠાવ્યો.

