VIDEO: મહાદેવ એપ કેસમાં સૌથી મોટો ધડાકો! ભાજપના આ મોટા નેતા પકડાતા જ રાજકારણમાં ગરમાવો!
કરોડો રૂપિયાના ચકચારી મહાદેવ બેટિંગ એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપેશ બઘેલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા બઘેલે દાવો કર્યો છે કે આ કૌભાંડના તાર ભાજપના નેતાઓ સાથે જોડાયેલા છે, જેના કારણે અત્યાર સુધી આ એપ સામે કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી.
ભુપેશ બઘેલે જણાવ્યું કે, "મહાદેવ એપ કેસમાં સૌથી પહેલી કાર્યવાહી છત્તીસગઢમાં અમારી સરકાર દરમિયાન થઈ હતી. તે સમયે અંદાજે 72 એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી, સેંકડો લોકોની ધરપકડ થઈ હતી અને હજારો બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક લેપટોપ પણ જપ્ત કરાયા હતા અને દેશના ઘણા રાજ્યોમાં તપાસ લંબાવવામાં આવી હતી. પરંતુ તે સમયે કેન્દ્રની સત્તાધારી સરકારે (ભાજપ) અમારા પર જ આરોપો લગાવ્યા હતા."
કેન્દ્ર સરકારને ઘેરતા બઘેલે વધુમાં જણાવ્યું કે, "હવે એવા સમાચાર સામે આવ્યા છે કે દિલ્હી ભાજપના નાણાકીય બાબતોના યુનિટના ચેરમેન વિકાસ ગર્ગ આ મામલામાં પકડાયા છે અને તેમની 904 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. વાસ્તવમાં આ એપને દેશમાં સંપૂર્ણપણે બંધ કરવાની જવાબદારી ભારત સરકારની હતી, પરંતુ તેમણે કોઈ નક્કર પગલાં લીધા નહીં. હવે તેનું કારણ એકદમ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કારણ કે તેમના પોતાના જ લોકો આ સમગ્ર કૌભાંડમાં સામેલ હતા."

