VIDEO: મહાદેવ એપ કેસમાં CBIની મોટી કાર્યવાહી વધુ 6 આરોપીઓ સામે નવી ચાર્જશીટ દાખલ
સોર્સ : gstv
મહાદેવ બેટિંગ એપ કેસમાં સીબીઆઈ એ અમદાવાદ અને દેશભરમાં મોટી કાર્યવાહી કરતા ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ અસીમ દાસ, રોહિત ગુલાટી, વિકાસ છાપરિયા સહિત વધુ 6 આરોપીઓ સામે નવી ચાર્જશીટ દાખલ કરી છે; સાથોસાથ મુખ્ય સૂત્રધાર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરુદ્ધ અગાઉની ચાર્જશીટમાં વધારાના પુરાવા રજૂ કરવાની સાથે અન્ય સંબંધિત કેસોમાં કુલ 66 આરોપીઓ સામે 5 અલગ-અલગ ચાર્જશીટ ફાઇલ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ વિદેશથી સંચાલિત દેશનું સૌથી મોટું ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક હતું જે કમાણીનું ફંડ વિદેશ ટ્રાન્સફર કરતું હતું, જેના પગલે ચાર મુખ્ય આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ જારી કરી તેમને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને સમગ્ર કૌભાંડની તપાસ હજુ પણ ચાલુ

