Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big blow to Satyendra Jain in Delhi Jal Board scam: Court sends him to 14 days judicial custody!

VIDEO: દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં સત્યેન્દ્ર જૈનને મોટો ઝટકો: કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને અદાલત તરફથી મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે તેમની રાહત અરજી ફગાવી દઈને તેમને ફરી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં સત્યેન્દ્ર જૈન તરફથી રજૂ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ અદાલતે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. 

App Store

દિલ્હી જલ બોર્ડ (DJB) સાથે જોડાયેલા કથિત કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. રાઉઝ એવન્યુ કોર્ટે સત્યેન્દ્ર જૈન તેમજ અન્ય 4 સહ-આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડી (Judicial Custody) માં મોકલવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ ફેંસલા બાદ સુરક્ષા વચ્ચે તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

કોર્ટે દલીલો સાંભળ્યા બાદ સત્યેન્દ્ર જૈન અને અન્ય ચાર આરોપીઓને આગામી 14 દિવસ માટે જેલમાં મોકલવાની મંજૂરી આપી છે. કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે અરજી રદ થતાં જ તેમને ન્યાયિક કસ્ટડી હેઠળ ફરી જેલમાં મોકલી દેવાયા છે. આ નિર્ણય બાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.