VIDEO: દિલ્હીમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર પોલીસ અત્યાચાર: સુપ્રીમ કોર્ટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચવાની કરી જાહેરાત
સોર્સ : gstv
દિલ્હીમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચે જણાવ્યું હતું કે પેનલના સભ્યો અંગે સૂચનો મળ્યા બાદ બુધવારે ઔપચારિક આદેશ જારી કરાશે….કોર્ટે ૨૦ જુલાઈની 'સંસદ માર્ચ'ના સીસીટીવી ફૂટેજ આ સમિતિને સોંપવાના સંકેત આપ્યા છે, જે મહિલા પ્રદર્શનકારીઓની ફરિયાદોની પણ તપાસ કરશે. સુનાવણી દરમિયાન બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓના જીવન અને ભવિષ્યને બચાવવું જરૂરી છે કારણ કે તેમને બંધારણની કલમ ૧૯ હેઠળ વિરોધ કરવાનો અધિકાર છે.

