Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : AAP leader Satyendra Jain arrested in Delhi Jal Board corruption case

VIDEO: દિલ્હી જલ બોર્ડ ભ્રષ્ટાચાર કેસમાં 'આપ' નેતા સત્યેન્દ્ર જૈનની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની દિલ્હી જલ બોર્ડ માં થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના અપગ્રેડેશન અને ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાઓ તેમજ શરતોમાં ફેરફાર કરવાનો ગંભીર આરોપ છે. આ જ કેસમાં દિલ્હી જલ બોર્ડના પૂર્વ સીઈઓ ઉદિત પ્રકાશ રાય સહિત કુલ છ લોકોની અટકાયત કરવામાં આવી છે. એસીબીના જણાવ્યા અનુસાર, ખાસ ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે ટેન્ડર નિયમોમાં હેરાફેરી કરીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બીજી તરફ આપ નેતૃત્વએ આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી ભાજપ સરકાર પર વળતો પ્રહાર કર્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News