મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શપથ ગ્રહણ પહેલા એકનાથ શિંદેની તબિયત બગડી, ઠાણે હોસ્પિટલમાં કરાયા દાખલ

મહારાષ્ટ્રમાં ગરમાતા રાજકારણ વચ્ચે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી છે. જણાવી દઈ

શપથ ગ્રહણ પહેલા એકનાથ શિંદેની તબિયત બગડી, ઠાણે હોસ્પિટલમાં કરાયા દાખલ

મહારાષ્ટ્રમાં ગરમાતા રાજકારણ વચ્ચે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી છે. જણાવી દઈએ કે તેમને ઠાણે સ્થિત જુપિટર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રવિવારે જ શિંદે તેમના ગામથી પરત આવ્યા છે. શિંદે રવિવારે જ પોતાના વતનથી પરત ફર્યાં હતા. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આરામ કરવા ગામમાં ગયા હતા. પરંતુ મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમની તબિયત સારી છે.

એકનાથ શિંદેની હાલત હજુ પણ સારી ન હોવાથી તેમનો ડેન્ગ્યુ અને મેલેરિયાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો છે. સતત તાવ આવતો હોવાથી એન્ટિબાયોટિક્સ આપવાના કારણે તેમને નબળાઈ આવી ગઈ હતી. આથી જ્યુપિટર હૉસ્પિટલના ડૉકટરોની ટીમે તેમનું હેલ્થ ચેકઅપ કર્યું હતું. સીએમ એકનાથ શિંદે સાથે તેમના પુત્ર શ્રીકાંત શિંદે પણ હાજર છે. સતત તાવ અને ગળામાં ઇન્ફેક્શનના કારણે એકનાથ શિંદે પરેશાન છે.

આ સમાચાર શેર કરો