Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Be it a degree or a job, women will be considered 'housewives', High Court

ડિગ્રી હોય કે નોકરી, મહિલાઓને તો ‘ગૃહિણી’ જ ગણવામાં આવશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ડિગ્રી હોય કે નોકરી, મહિલાઓને તો ‘ગૃહિણી’ જ ગણવામાં આવશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો
સોર્સ : gstv

કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી દરમિયાન ‘ગૃહિણી’ (Homemaker) શબ્દની વ્યાખ્યા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જે મહિલા પોતાના પરિવારના સભ્યોની સેવા કરે છે અને તેમની સંભાળ રાખે છે, તેને ગૃહિણી માનવામાં આવશે, ભલે તેની પાસે કેટલીય ઊંચી શૈક્ષણિક ડિગ્રી હોય અથવા તે નોકરી કરતી હોય.

App Store

જસ્ટિસ ચિલ્લાકુર સુમલતા (Justice Chillakur Sumalatha)ની બેન્ચે આ ટિપ્પણી કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ (KSRTC)ની બસ સાથે થયેલા અકસ્માતના વળતર સંબંધિત કેસમાં કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ મહિલાને ગૃહિણી માનવા માટે તે અભણ હોવી કે માત્ર ઘરનું કામ કરતી હોવું જરૂરી નથી.

શું છે સમગ્ર મામલો?

‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ મુજબ, બાયોટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એક મહિલા વર્ષ 2013માં KSRTCની બસ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ હતી. તે સમયે મહિલા કથિત રીતે લેક્ચરર તરીકે કામ કરતી હતી.

અકસ્મતમાં થયેલી ઈજાઓને કારણે પોતાની આવકના નુકસાનનો ઉલ્લેખ કરીને મહિલાએ વળતરની રકમ વધારવાની માંગ કરી હતી.

જોકે, બેંગલુરુ સ્થિત મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT)એ આવકની સંભાવનાના આધારે વળતર આપવાનો ઇનકાર કર્યો હતો. KSRTCએ દલીલ કરી હતી કે અકસ્માત સમયે મહિલા નોકરી કરતી હતી તેનો કોઈ મજબૂત પુરાવો નથી.

KSRTCએ એવો પણ દાવો કર્યો હતો કે મહિલાએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવાથી તેને માત્ર ‘ગૃહિણી’ તરીકે ગણી શકાય નહીં.

હાઈકોર્ટે શું કહ્યું?

કર્ણાટક હાઈકોર્ટે પરિવહન નિગમની આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પોતાના ઘરમાં પરિવારના સભ્યોની સેવા કરતી દરેક મહિલાને ગૃહિણી માનવામાં આવશે, પછી ભલે તેની પાસે ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન કે ડોક્ટરેટની ડિગ્રી હોય.

કોર્ટે જણાવ્યું કે કામકાજ કરતી અથવા વ્યવસાયિક મહિલા પણ ગૃહિણી હોઈ શકે છે, જો તે પોતાના ઘરમાં પરિવારની સુખાકારી અને સંભાળમાં યોગદાન આપતી હોય.

કોર્ટે વધુમાં કહ્યું કે કોઈ મહિલાને ગૃહિણી સાબિત કરવા માટે તે અભણ છે, 24 કલાક ઘરમાં જ રહે છે અથવા માત્ર ઘરનું કામ કરે છે તે સાબિત કરવું જરૂરી નથી.

‘ગૃહિણી’ શબ્દની વ્યાખ્યા પણ વિસ્તારી

હાઈકોર્ટે ‘ગૃહિણી’ શબ્દનો વ્યાપ વધુ વિસ્તૃત કરતા કહ્યું કે જે વ્યક્તિ સતત મહેનત કરે છે, નિઃશર્ત પ્રેમ આપે છે, પોતાના વ્યક્તિગત આરામનો ત્યાગ કરે છે અને સુખી પરિવારનો આધાર બને છે, તે ગૃહિણી (Homemaker) છે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ‘હોમમેકર’ શબ્દ માત્ર મહિલાઓ પૂરતો મર્યાદિત નથી. પુરુષ કે મહિલા, કોઈપણ વ્યક્તિ ઘર સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય તો તેને હોમમેકર કહી શકાય છે. તેમાં પરિવાર માટે આવક કમાતી વ્યક્તિનો પણ સમાવેશ થઈ શકે છે.

મહિલાને કેટલું વધારાનું વળતર મળ્યું?

મહિલા નોકરી કરતી હોવાના પૂરતા પુરાવા ન હોવાથી કોર્ટે તેની કાલ્પનિક માસિક આવક ₹8,000 નક્કી કરી.

ઈજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે માન્યું કે મહિલાને ઓછામાં ઓછા 3 મહિના સુધી બેડ રેસ્ટની જરૂર પડી હશે. આ સમયગાળા દરમિયાન તે પોતાના પરિવારની સેવા કરવામાં અસમર્થ રહી હતી.

પરિવારની સેવા ન કરી શકવાના નુકસાન બદલ કોર્ટે ₹24,000 નક્કી કર્યા. આ ઉપરાંત, ટ્રિબ્યુનલ દ્વારા અગાઉ નક્કી કરાયેલી રકમ સિવાય કોર્ટે કુલ ₹1,96,800નું વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.