મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાબા સિદ્દીકી હત્યા કેસ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુમિત વાઘની કરી ધરપકડ, આરોપી શુભમ લોંકરનો મિત્ર છે સુમિત

66 વર્ષીય NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ બાંદ્રા પૂર્વના નિર્મલ નગર વિસ્તારમાં

બાબા સિદ્દીકી હત્યા કેસ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુમિત વાઘની કરી ધરપકડ, આરોપી શુભમ લોંકરનો મિત્ર છે સુમિત

66 વર્ષીય NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના રોજ બાંદ્રા પૂર્વના નિર્મલ નગર વિસ્તારમાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાંથી ધરપકડ કરાયેલા આરોપીનું નામ સુમિત દિનકર વાઘ છે. પોલીસે ભાગેડુ આરોપી શુભમ લોંકરના મિત્ર સુમિત વાઘની ધરપકડ કરી છે. વોન્ટેડ આરોપી શુભમ લોંકરની સૂચનાથી સુમિત દિનકર વાઘે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.  આ સાથે જ આ કેસમાં ધરપકડનો આંક 25થી વધુ થઇ ગયો છે.

આ સમાચાર શેર કરો