Video: 'Belonging: A Journey of Love'ના કાર્યક્રમમાં નેતાઓની હાજરી

દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણો પર આધારિત પુસ્તક Belonging: A Journey of Love ના લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ સહિત અન્ય નેતાઓ પહોંચ્યા હતા. પુસ્તકના લોન્ચિંગ પ્રસંગે કોંગ્રેસના અનેક આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. સોનિયા ગાંધીના આ પુસ્તકમાં તેમના જીવનના અનુભવો અને સફરને સ્થાન આપવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે.
જાહેરાત







