‘સેના સમય અને ટાર્ગેટ નક્કી કરશે, અમે ખુલ્લી છૂટ આપીયે છીએ..’, પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, મંગળવારે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. પીએમ મોદી દોઢ કલાક સુધીની હાઈ લેવલ મીટિંગમાં તમામ મુદ્દે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ પહેલગામ આતંકી હુમલા બાદ હવે આતંકવાદનો ખાત્મો બોલાવવા સેનાને તમામ પ્રકારની છૂટ આપી છે. સેના સમય અને ટાર્ગેટ નક્કી કરશે, અમે ખુલી છૂટ આપીયે છીએ.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, આતંકવાદને યોગ્ય ફટકો આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. ભારતીય સશસ્ત્ર દળોની કાર્યક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ સેના પ્રમુખોને કહ્યું કે, અમને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. અમારા તરફથી તમામ પ્રકારની છૂટ છે. તમને સમય અને ટાર્ગેટ નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તમારી ક્ષમતા ઉપર અમને દેશવાસીઓને પૂરો ભરોસો છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાઈ રહેલી આ બેઠકમાં હુમલાની પરિસ્થિતિઓ, સુરક્ષા દળોની કાર્યવાહી અને ભવિષ્યની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીએ પહેલગામ હુમલાના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. તેમણે અમરનાથ યાત્રા અને અન્ય નાગરિક પ્રવૃત્તિઓની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા પણ કહ્યું.






