Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Another encounter in UP's Ghaziabad, police shoot rapist of 13-year-old girl in the leg

UPના ગાઝિયાબાદમાં વધુ એક એન્કાઉન્ટર, 13 વર્ષની બાળકીના દુષ્કર્મીને પગમાં પોલીસે ધરબી ગોળી

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
UPના ગાઝિયાબાદમાં વધુ એક એન્કાઉન્ટર, 13 વર્ષની બાળકીના દુષ્કર્મીને પગમાં પોલીસે ધરબી ગોળી
સોર્સ : gstv

ગાઝિયાબાદમાં તાડબતોડ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂર્યા હત્યાકાંડ બાદ હવે લોનીમાં સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે પગમાં ગોળી ધરબી દીધી છે. એન્કાઉન્ટર બાદ પોલીસે આરોપી સિરાજની ધરપકડ કરી લીધી છે. એન્કાઉન્ટરમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગી છે. પોલીસે ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી એક પિસ્તોલ, કારતૂસ અને એક સ્કૂટી રિકવર કરી છે.

App Store

13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોનીમાં એક મહિલા રહે છે. તેમણે 30 મેના રોજ પોલીસને આપોલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા પડોશમાં રહેતા બીજા ધર્મના સિરાજ નામના યુવકે મારી 13 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી

એવો આરોપ છે કે, આરોપી સિરાજે બાળકીને ધમકી આપી હતી કે, આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ. મહિલાએ જણાવ્યું કે, 'જ્યારે દીકરીની તબિયત લથડી અને હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે ખબર પડી કે તેની સાથે કંઈક ખોટું થયું છે. ઘરે આવીને જ્યારે દીકરીને પૂછ્યું ત્યારે તેણે તમામ હકીકત જણાવી.' ત્યારબાદ મહિલાએ પોલીસને આ મામલે ફરીયાદ કરી.

પીડિત બાળકીના ઘરે પહોંચ્યા ધારાસભ્ય

આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. ધારાસભ્યએ પીડિત પરિવારને તમામ શક્ય મદદ અને આરોપી સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઇન્ચાર્જ સહાયક પોલીસ કમિશનર અંકુર વિહાર સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું કે, 'પીડિત પરિવારની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી દીધી છે.' સોમવારે સવારે માહિતી મળતાં જ પોલીસે ટીમ સેવાધામ ટીલા મોડ રોડ પર વાહનોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટીમે સ્કૂટી પર આવતા એક યુવકને રોકાવાનો ઈશારો કર્યો હતો.