પશ્ચિમ રેલવેની ગણપતિ સ્પેશિયલ ટ્રેનોનું એલાન: ગુજરાત-મુંબઈ વચ્ચે દોડશે વિશેષ ટ્રેનો, આજથી ટિકિટ બુકિંગ શરૂ
આગામી ગણેશોત્સવન
પ્રકાશિત : •2 મિનિટ વાંચન સમય
આ સમાચાર સાંભળો
આગામી ગણેશોત્સવના તહેવારો દરમિયાન કોંકણ અને મહારાષ્ટ્ર તરફ જતાં મુસાફરોની ભારે ભીડને સુચારુ રીતે નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગણપતિ સ્પેશિયલ ટ્રેનોના વધારાના ફેરા દોડાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનોનું બુકિંગ 15મી ઓગસ્ટ 2026થી તમામ PRS કાઉન્ટર તથા IRCTCની અધિકૃત વેબસાઈટ પરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત-મુંબઈની સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ઓપરેટ થશે.
વડોદરા, વલસાડ અને ઉધનાથી રત્નાગિરી માટેની સ્પેશિયલ ટ્રેનો
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ગુજરાત અને મુંબઈથી રત્નાગિરી, ખેડ, સાવંતવાડી રોડ તથા વિશાખાપટ્ટનમ તરફ જતી ટ્રેનોમાં વધારાની ટ્રિપ્સ જોડવામાં આવી છે.