VIDEO:કોઈમ્બતુરમાં અન્નામલાઈનો દબદબો
તમિલનાડુના કોઈમ્બતુર શહેરમાં ભારતીય જનતા પાર્ટી ના ફાયરબ્રાન્ડ નેતા કે. અન્નામલાઈના સમર્થનમાં ઠેર-ઠેર ભવ્ય પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. પક્ષના સ્થાનિક કાર્યકર્તાઓ અને પ્રશંસકો દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ, ચોક અને જાહેર સ્થળો પર આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જે હાલ સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ પોસ્ટર્સ મુખ્યત્વે કે. અન્નામલાઈના નેતૃત્વ તેમની લોકપ્રિયતા અને પક્ષ પ્રત્યેના તેમના સમર્પણને પ્રદર્શિત કરે છે. ભાજપના સ્થાનિક સંગઠન અનુસાર આ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આગામી રાજકીય કાર્યક્રમો માટે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ફૂંકવાનો અને પાયાના સ્તરે પક્ષની પકડ વધુ મજબૂત કરવાનો છે. કોઈમ્બતુર હંમેશાથી તમિલનાડુમાં ભાજપ માટે એક મહત્વપૂર્ણ ગઢ રહ્યું છે, અને અન્નામલાઈના આ પોસ્ટર્સે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

