'દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે', છત્તીસગઢમાં 22 નક્સલીઓના એન્કાઉન્ટર બાદ અમિત શાહે કર્યું ટ્વિટ
છત્તીસગઢમાં 22 નક્સલીઓના મોત અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "આજે આપણા સૈનિકોએ

છત્તીસગઢમાં 22 નક્સલીઓના મોત અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "આજે આપણા સૈનિકોએ નક્સલ મુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા મેળવી છે. છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં આપણા સુરક્ષા દળોના 2 અલગ-અલગ ઓપરેશનમાં 22 નક્સલીઓ માર્યા ગયા છે. મોદી સરકાર નક્સલીઓ સામે ક્રૂર અભિગમ સાથે આગળ વધી રહી છે અને શરણાગતિથી લઈને સમાવેશ સુધીની તમામ સુવિધાઓ હોવા છતાં શરણાગતિ ન સ્વીકારનારા નક્સલીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. આવતા વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે."
આજે સૈન્યને છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં મળેલી સફળતા બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ સૈન્યના કાર્યને બિરદાવ્યું હતું. દેશને નક્સલમુક્ત કરવાની મોદી સરકારની ડેડલાઈન ઉપર કામ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
એક મહિના અગાઉ પણ છત્તીસગઢમાં પંચાયત ચૂંટણી પહેલા બીજાપુર જિલ્લામાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ પાર્ક વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુત્રો અનુસાર આ અથડામણમાં જવાનોએ 31 નક્સલીઓને ઠાર માર્યા હતા.
નક્સલીઓના અંતની શરૂઆત
જાસુસી સુરક્ષા એજન્સીના સુત્રો અનુસાર, છત્તીસગઢમાં સતત પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણનું કારણ સ્પષ્ટ છે. કેન્દ્રથી લઇને રાજ્ય સરકાર સુધી નક્સલીઓનો ખાત્મો કરવાનો દૃઢ નિશ્ચય કરવામાં આવ્યો છે. એવામાં સુરક્ષા દળોના નવા નવા કેમ્પ લગાવવામાં આવી રહ્યાં છે. આ કારણે બીજાપુર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે આ સૌથી મોટા ઓપરેશન થયા છે. લાલ આતંક ક્યાકને ક્યાક સુરક્ષાદળોના કેમ્પ ખુલવાથી ડરી ગયા છે.
ગૃહમંત્રી અમિત શાહનું લક્ષ્ય
ગૃહમંત્રી અમિત શાહનું વિઝન માર્ચ 2026માં ભારતને નક્સલ મુક્ત કરવાનું છે. બીજાપુરમાં 31 નક્સલીઓને ઠાર મારવા છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓ માટે મોટી સફળતા છે. આ સિવાય સાઉથ બસ્તર રીઝન, જે સુકમા પાસે છે ત્યાં પહેલાથી જ નક્સલીઓ વિરૂદ્ધ એક અભિયાન ચાલી રહ્યું છે. ત્યાંથી નક્સલી વેસ્ટ બસ્તર એરિયા કમિટીના લોકો પાસે આવી રહ્યાં છે.
તાજેતરનું નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન
આ રણનીતિ હેઠળ, નક્સલીઓના 50 કેડરનું એક ગ્રુપ બીજાપુરના નેશનલ પાર્ક પાસે ભેગુ થયુ હતું. છત્તીસગઢ પોલીસ અને ડ્રગ પોલીસના જવાનોને તેની જાણ થઇ હતી અને તરત જ વેસ્ટ બસ્તર એરિયા કમિટી પાસે ભેગી થયેલી નક્સલીઓની આ ટુકડીને ઘેરી લીધી હતી. 12 કલાક સુધી નક્સલીઓ વિરૂદ્ધ બીજાપુરમાં આ મોટું ઓપરેશન ચાલ્યું હતું. નક્સલીઓ પાસે મોટી સંખ્યામાં દારૂગોળો પણ હતો. એક એક કરીને નક્સલીઓના મહત્ત્વપૂર્ણ કેડરને ઠાર મારવામાં આવ્યા અને 12 કલાકની અંદર 31 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
100 નક્સલીઓનો સફાયો
સુરક્ષા એજન્સીના સુત્રો અનુસાર, આ માર્યા ગયેલા નક્સલીઓમાં કેટલાક 5 લાખ ઇનામી અને 8 લાખ ઇનામી નક્સલી પણ સામેલ છે. છત્તીસગઢમાં આ વર્ષે કૂલ 86 નક્સલી માર્યા ગયા છે, નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશનમાં આ સુરક્ષાદળોની ઘણી મોટી સફળતા છે.








