મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અંબાણી પરિવારે તિરૂપતિમાં પૂજા અર્ચના કરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે આંધ્રપ્રદેશના

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે આંધ્રપ્રદેશના તિરૂપતિમાં આવેલા પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. અંબાણી પરિવારે ભગવાન બાલાજીના ચરણોમાં શીશ ઝુકાવીને વિશેષ પૂજા-અર્ચના કરી દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુકેશ અંબાણી, અનંત અને રાધિકા પરંપરાગત દક્ષિણ ભારતીય વસ્ત્રોમાં સજ્જ થઈને કડક સુરક્ષા વચ્ચે મંદિર પરિસરમાં જતા જોવા મળે છે. મંદિર પ્રશાસન દ્વારા અંબાણી પરિવારનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્ય પૂજારીઓએ તેમને આશીર્વાદ આપી પવિત્ર પ્રસાદ તેમજ શાલ ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા

આ સમાચાર શેર કરો