આગ્રામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, પાયલોટ સહિત બે લોકોએ કુદીને બચાવ્યો જીવ
ઉત્તર પ્રદેશના આગ્રામાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. મળતી માહિતી અનુસાર વિમાન ક્રેશ થઇને જમીન પર તૂટી પડ્યું હતું અને તે

ઉત્તર પ્રદેશના આગ્રામાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. મળતી માહિતી અનુસાર વિમાન ક્રેશ થઇને જમીન પર તૂટી પડ્યું હતું અને તે બાદ તેમાં આગ લાગી હતી. પાયલોટ સહિત બે લોકોએ કુદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આગ્રા પાસે MiG-29 ફાઇટર જેટ ક્રેશ થયું છે. આ વિમાનનો પાયલોટ ક્રેશ થયા પહેલા જ વિમાનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આ વિમાને પંજાબના આદમપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી. આ રૂટીન એક્સરસાઇઝ માટે આગ્રા તરફ જતું હતું. ડિફેન્સ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાની જાણકારી મેળવવામાં આવી રહી છે. કોર્ટ ઓફ ઇન્કવાયરીના ઓર્ડર આપવામાં આવ્યા છે.




