VIDEO: અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદના યાકુતપુરા વિધાનસભા મતવિસ્તાર ની મુલાકાત લીધી
સોર્સ : GSTV
એઆઈઆઈએમ પ્રમુખ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદના યાકુતપુરા વિધાનસભા મતવિસ્તારમાં આવતી સંતોષ નગર કોલોનીની મુલાકાત લીધી હતી. ચૂંટણી પ્રચારના ભાગરૂપે તેમણે પક્ષના સ્થાનિક કાર્યકરો સાથે મળીને વિસ્તારમાં સઘન પદયાત્રા કરી હતી અને ઘરે-ઘરે જઈને લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.આ જનસંપર્ક અભિયાન દરમિયાન ઓવૈસીએ સ્થાનિક રહીશો અને વેપારીઓ મુલાકાત લઈને તેમની પ્રાથમિક સમસ્યાઓ સાંભળી હતી અને તેના ઝડપી નિકાલની ખાતરી આપી હતી.

