Video: નીટની પરીક્ષામાં છબી ખરડાયા બાદ NTA હવે પરીક્ષાની પ્રણાલી બદલશે

સોર્સ: gstv

પરીક્ષાઓમાં વધુ પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્ય સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે દેશભરમાં પરીક્ષા કેન્દ્રોનું એક કાયમી માળખું વિકસાવવાની તૈયારી કરી રહી છે. આ નવી યોજના હેઠળ દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા બે કાયમી પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવશે. તેમાંથી એક મુખ્ય પરીક્ષા કેન્દ્ર રહેશે, જ્યારે બીજું બેકઅપ કેન્દ્ર તરીકે કાર્ય કરશે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ ટેકનિકલ ખામી કે ગડબડ સર્જાય તો તેનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય. AICTE પાસેથી દેશની કમ્પ્યુટર સુવિધા ધરાવતી ઉચ્ચ શૈક્ષણિક અને ટેકનિકલ સંસ્થાઓની વિગતો મેળવ્યા બાદ NTA એ આ પહેલ શરૂ કરી છે. હાલમાં એવી સંસ્થાઓ પાસેથી પ્રસ્તાવો મંગાવવામાં આવ્યા છે, જ્યાં એક શિફ્ટમાં ઓછામાં ઓછા ૨૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે. જે જિલ્લાઓમાં આવી સુવિધા ધરાવતી સરકારી સંસ્થાઓ ઉપલબ્ધ નહીં હોય, ત્યાં NTA દ્વારા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે અથવા અન્ય વિકલ્પો પર વિચારણા કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત