Video: કપડાં અને પગરખાં ભરેલી ટ્રક બળીને ખાખ

મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં ટેડિમ રોડ પર કપડાં અને પગરખાં ભરેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ટ્રકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને થોડી જ વારમાં આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકમાં ભરેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત












