Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A sudden massive fire broke out in a scrap warehouse in Kudalwadi, Chikhli area of ​​Pimpri Chinchwad, Maharashtra late at night.

VIDEO : મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડના ચિખલી વિસ્તારમાં આવેલી કૂદળવાડીમાં મોડી રાત્રે ભંગારના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડના ચિખલી વિસ્તારમાં આવેલી કૂદળવાડીમાં મોડી રાત્રે ભંગારના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. આગ એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં તેણે આસપાસના અનેક ગોડાઉનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૧૦ થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. આગની ભયાનક લપેટો અને આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાય છે. સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

App Store