VIDEO: કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી મંજૂરી
દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને વિમાનન ક્ષેત્રને નાણાકીય કટોકટીથી બચાવવા માટે કેન્દ્રી

દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને વિમાનન ક્ષેત્રને નાણાકીય કટોકટીથી બચાવવા માટે કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે કેબિનેટમાં કુલ રૂપિયા 39,290 કરોડના છ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નીતિગત નિર્ણયોની સીધી અસર એવિએશન ઇન્ડસ્ટ્રીની બેલેન્સ શીટ, કોમર્શિયલ પરિવહન વ્યવસ્થા અને રાજ્યોની ઇન્ટર-સિટી કનેક્ટિવિટી પર જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવોમાં થતી અસ્થિરતાથી સ્થાનિક એરલાઇન્સ કંપનીઓને સુરક્ષિત રાખવા માટે રૂપિયા 10,000 કરોડનું 'એટીએફ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ' સ્થાપિત કરવાનોઐતિહાસિક નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી ઇંધણના વધતા ખર્ચથી પરેશાન એવિએશન સેક્ટર માટે આ ફંડ ઓપરેશનલ ખર્ચને સ્થિર રાખવામાં અને કંપનીઓનો નફો સુરક્ષિત કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.


