Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A cordial meeting between Rahul Gandhi and PM Modi in the Parliament complex

VIDEO : રાહુલ ગાંધી-PM MODI વચ્ચે સંસદ ભવન પરિસરમાં સ્નેહસભર મુલાકાત, સૌનું ખેંચાયું ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 11 એપ્રિલનો છે, જ્યારે પીએમ મોદી મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા સંસદ પરિસરમાં પહોંચ્યા હતા.

App Store

બંન્ને નેતા ચર્ચા કરતા જોવા મળ્યાં

વીડિયોમાં જોઈ શકાય છે કે સંસદ ભવન સંકુલમાં આવેલા પ્રેરણા સ્થળ પર લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને હરિવંશ હાજર હતા. વડાપ્રધાન જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે એક પછી એક તમામ મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. જોકે, જ્યારે તેઓ રાહુલ ગાંધી પાસે પહોંચ્યા ત્યારે થોડી સેકન્ડો માટે ત્યાં રોકાઈ ગયા હતા. બંને નેતાઓ વચ્ચે કોઈ ગંભીર મુદ્દે ટૂંકી ચર્ચા થતી પણ વીડિયોમાં જોવા મળી રહી છે. રાજકીય પ્રતિસ્પર્ધી હોવા છતાં બંને વચ્ચેની આ સૌજન્ય મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજ સુધારક જ્યોતિબા ફૂલેની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, મહાન સમાજ સુધારક મહાત્મા ફૂલેની 200મી જન્મજયંતીના વર્ષની ઉજવણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. તેમનું સમગ્ર જીવન સમાનતા, ન્યાય અને શિક્ષણના આદર્શો માટે સમર્પિત હતું.

વંચિતોના અધિકારો માટે અગ્રેસર હતા ફૂલે

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ફૂલે મહિલાઓ અને સમાજના વંચિત વર્ગોના અધિકારો માટે લડત આપવામાં અગ્રેસર હતા. તેમના પ્રયાસોને કારણે જ શિક્ષણ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે, ફૂલેના વિચારો સામાજિક પ્રગતિની દિશામાં હંમેશા સૌનું માર્ગદર્શન કરતા રહેશે. 11 એપ્રિલ 1827ના રોજ જન્મેલા મહાત્મા ફૂલેના માનમાં સંસદમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.