Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : JD Vance arrives in Islamabad for Iran-US peace talks:

VIDEO/ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા માટે જેડી વેન્સ ઈસ્લામાબાદ પહોંચ્યા: PM શહબાઝ શરીફે મંત્રણાને ગણાવી 'કરો યા મરો' જેવી સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈસ્લામાબાદ: મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટેની ઐતિહાસિક મંત્રણાની શરૂઆત થઈ ચૂકી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ (JD Vance)નું વિમાન પાકિસ્તાનની ધરતી પર લેન્ડ થયું છે. સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈસ્લામાબાદમાં યોજાનારી આ શાંતિ વાર્તા પર ટિકેલી છે.

App Store

શહબાઝ શરીફ સાથે પ્રથમ મુલાકાત

કાર્યક્રમ મુજબ, જેડી વેન્સ સૌથી પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી (Peace Deal) માટે મંત્રણાનો મુખ્ય તબક્કો શરૂ થશે. શહબાઝ શરીફે આ બેઠકને વિશ્વ માટે અત્યંત મહત્વની ગણાવતા તેને 'મેક-ઓર-બ્રેક' (કરો યા મરો) જેવી સ્થિતિ ગણાવી છે. તેમના મતે, કાયમી યુદ્ધવિરામ માટેનો આ છેલ્લો અને સૌથી મોટો મોકો છે.

ટ્રમ્પની ચેતવણી અને હોર્મુઝ સામુદ્રધુનીનો વિવાદ

આ પીસ ટૉક પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે હોર્મુઝ સામુદ્રધુની (Hormuz Strait) ટૂંક સમયમાં ફરીથી ખોલી દેવામાં આવશે, પછી ભલે તેમાં ઈરાન સહયોગ આપે કે ન આપે. ઉલ્લેખનીય છે કે, લેબનોન પર ઈઝરાયેલના હુમલાને કારણે ઈરાને પહેલા આ બેઠકમાં આવવાની ના પાડી હતી, પરંતુ અંતે તે મંત્રણા માટે તૈયાર થયું છે. ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી છે કે જો શાંતિ સમજૂતી નહીં થાય તો અમેરિકા ફરી હુમલો કરી શકે છે.

મંત્રણામાં કોણ કોણ સામેલ થશે?

આ શાંતિ વાર્તામાં ત્રણેય પક્ષોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે:

  • પાકિસ્તાન (યજમાન): PM શહબાઝ શરીફ, વિદેશ મંત્રી ઈશાક ડાર, આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને NSA લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિક.

  • અમેરિકા: ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ, ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ, જેરેડ કુશનર અને એડમિરલ બ્રેડ કૂપર.

  • ઈરાન: સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલીબાફ, નાયબ વિદેશ મંત્રી માજિદ તખ્ત રાવંચી અને મોહમ્મદ બાકીર જોલગાદર.

પાકિસ્તાન આ મહાવાર્તામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા આ તણાવનો કોઈ કાયમી ઉકેલ આવે તે માટે પાકિસ્તાને એડીચોટીનું જોર લગાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલની આ બેઠક દુનિયાને શાંતિનો માર્ગ બતાવે છે કે પછી તણાવ વધુ વકરે છે.