VIDEO : 'TMC ગુંડાઓને બક્ષવામાં નહીં આવે, લાગુ કરીશું 7મું પગાર પંચ'; PM મોદીએ બંગાળના લોકોને આપી 6 ગેરંટી
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં સ્થિત હલ્દિયામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ બંગાળની ટીએમસી સરકાર અને મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા. હલ્દિયા રેલીમાંથી પીએમ મોદીએ બંગાળના લોકોને છ ચોક્કસ ગેરંટી આપી.
પીએમ મોદીએ આ 6 ગેરંટી આપી
ભયમુક્ત બંગાળ
સરકારી વ્યવસ્થામાં જવાબદારી
ભ્રષ્ટાચાર અને ગુના અંગેની ફાઇલો ખોલીશું
ભ્રષ્ટાચારીઓને જેલમાં ધકેલીશું
TMC ગુંડાઓને બક્ષવામાં નહીં આવે
7મું પગાર પંચ લાગુ કરવામાં આવશે
બંગાળમાં ભ્રષ્ટાચારની ફાઇલો ખોલવામાં આવશે
ચૂંટણી રેલીમાંથી, પીએમ મોદીએ તેમની પહેલી ગેરંટી બંગાળને ભયમુક્ત રાજ્ય બનાવવાની આપી. તેમની બીજી ગેરંટી સરકારી વ્યવસ્થામાં જવાબદારી સ્થાપિત કરવાની છે. મમતા સરકારને આડેહાથ લેતા પીએમ મોદીએ તેમની ત્રીજી ગેરંટી રજૂ કરતા કહ્યુંકે, ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિઓને લગતી ફાઇલો ખોલીશું અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને જેલમાં મોકલવામાં આવશે.
ટીએમસીના ગુંડાઓને છોડીશું નહીંઃ પીએમ મોદી
હલ્દિયા રેલી દરમિયાન તેમની પાંચમી ગેરંટીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પશ્ચિમ બંગાળમાં ટીએમસી ગુંડાઓને બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીની છઠ્ઠી ગેરંટીને આ ચૂંટણી માટે "માસ્ટરસ્ટ્રોક" તરીકે જોવામાં આવી રહી છે. પીએમ મોદીએ બંગાળમાં 7મું પગાર પંચ લાગુ કરવાનું વચન આપ્યું છે.
હલ્દિયાના લોકો સ્થળાંતર કરવા મજબૂર પીએમ મોદી
ચૂંટણી રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે દેશભરમાંથી લોકો કામની શોધમાં હલ્દિયા આવતા હતા. જોકે, આજે આ જ પ્રદેશના યુવાનો આંદામાન અને ઓડિશા તરફ સ્થળાંતર કરી રહ્યા છે. તેઓ રોજગારની શોધમાં અન્ય રાજ્યો તરફ જઈ રહ્યા છે. ટીએમસી સરકારના શાસનમાં જો કોઈ વસ્તુ ખરેખર વિકસી છે, તો તે 'ઘુસણખોરોની ફેક્ટરી' છે. TMCનો મુખ્ય એજન્ડા નકલી દસ્તાવેજો બનાવવા અને પશુઓની દાણચોરી કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, TMCની રાજનીતિ ભય પર આધારિત છે.

