મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: તિરુચિરાપલ્લીમાં પાંચમી વખત રસ્તા પર મોટો ભૂવો

સોર્સ: gstv

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થિરુવાનાઈકોઇલના ગાંધી રોડ પર ગટરલાઇન ક્ષતિગ્રસ્ત થતાં ફરી એકવાર મોટો ભૂવો પડ્યો છે. આશરે આઠ ફૂટ ઊંડો ભૂવો પડવાની આ પાંચમી ઘટના હોવાનું સામે આવ્યું છે. વારંવાર એક જ સ્થળે ભૂવો પડતાં વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું છે. રસ્તા પરથી પસાર થતા લોકો માટે અકસ્માતની ભીતિ વધી છે. ગટરલાઇનને નુકસાન થવાને કારણે રસ્તાની સ્થિતિ કથળી રહી છે. વારંવાર બનતી આ ઘટનાને પગલે કાયમી ઉકેલની જરૂરિયાત ઊભી થઈ છે.

આ સમાચાર શેર કરો