Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 6 killed as two private buses collide head-on in Tamil Nadu

VIDEO: તમિલનાડુમાં બે ખાનગી બસો સામસામે ટકરાઈ, 6ના મોત-28 ગંભીર ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: તમિલનાડુમાં બે ખાનગી બસો સામસામે ટકરાઈ, 6ના મોત-28 ગંભીર ઈજાગ્રસ્ત
સોર્સ : google

તમિલનાડુના તેનકાસી જિલ્લામાં બે ખાનગી બસો સામસામે અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. અને 28 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે મદુરાઈથી સેનકોટ્ટાઈ જઈ રહેલી એક ખાનગી બસ તેનકાસીથી કોવિલપટ્ટી તરફ જતી અન્ય બસ સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું, અકસ્માત બાદ સ્થાનિક અધિકારીઓ અને અગ્નિશામક દળો દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

App Store

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે,  પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મદુરાઈથી સેનકોટ્ટાઈ જઈ રહેલી કેસર બસ બેદરકારીથી ચલાવવામાં આવી રી હતી. તપાસકર્તાઓનું માનવું છે કે બસ ડ્રાઇવરની બેદરકારી અને બસની ઝડપી ગતિને લીધે અકસ્માત થયો.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત 28 મુસાફરોને નજીકની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે હાજર આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક પીડિતોની હાલત ગંભીર હોઈ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પોલીસે ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોની તપાસ કરી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરને ઘાયલોને યોગ્ય સારવાર મળે તેની ખાતરી કરવા આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ X પર એક પોસ્ટમાં લખ્યું કે, તેનકાસી બસ અકસ્માતમાં છ લોકોના દુઃખદ મૃત્યુ વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મેં જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે તેઓ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તેવી ખાતરી કરે. હું મૃતકો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની ખાતરી કરવા માટે સરકાર સંપૂર્ણપણે તૈયાર છે.