૫૦ વર્ષના દાદી 30 વર્ષના પ્રેમી સાથે ભાગ્યા, પ્રૌત્રને રમાડવાની ઉંમરે દાદી પ્રેમના ચક્કરમાં પડી
તમે સાંભળ્યું જ હશે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી અને તેની કોઈ મર્યાદા હોતી નથી. આવા ડાયલોગ ફિલ્મોમાં સ

તમે સાંભળ્યું જ હશે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી અને તેની કોઈ મર્યાદા હોતી નથી. આવા ડાયલોગ ફિલ્મોમાં સાંભળ્યા હશે. પરંતુ હાલમાં જ એવી ઘટનાઉત્તર પ્રદેશના કાનપુરમાં બની છે. પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પરંતુ ક્યારેક આ પ્રેમ પરિવાર માટે ખૂબ મોંઘો પડી જતો હોય છે. યુપીના કાનપુરથી જે કિસ્સો સામે આવ્યો છે તે જાણીને બધા ચોંકી ગયા છે. અહીં એક દાદી તેથી 20 વર્ષ નાના પ્રેમી સાથે ભાગી ગઈ છે. મહિલાના દીકરાને ત્યાં પણ દીકરો છે. પ્રૌત્રને રમાડવાની ઉંમરે દાદી પ્રેમના ચક્કરમાં પડી ગઈ. એટલું જ નહીં પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ છે.
માતા ઘર છોડીને ભાગી જતાં તેના પુત્ર સહિત આખો પરિવાર શરમજનક સ્થિતિમાં મુકાયો છે. પરિસ્થિતિ એવી છે કે દીકરો કહી રહ્યો છે કે તેને ઘરમાં આવી માતાની જરૂર નથી. ઘરની વહુ પણ કહે છે કે તેને પણ આવી સાસુની જરૂર નથી. આ ઘટનાને ચાર મહિના થઈ ગયા છે, પરંતુ પરિવાર દાદીના પ્રેમ સંબંધ અને તેના પ્રેમી સાથે ભાગી જવાથી એટલો શરમ અનુભવી રહ્યો છે કે તેમણે આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરી નથી.
20 વર્ષ નાના યુવકના પ્રેમમાં પડ્યા
કાનપુરના બાજરિયાથી દાદીના પ્રેમનો આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલા દાદી બની. તેમના દીકરાને ત્યાં પણ દીકરો છે. આખો પરિવાર સાથે રહેતો હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો. પરંતુ 4 મહિના પહેલા દાદીના જીવનમાં એક પુરુષની એન્ટ્રી થઈ અને પછી બધું બદલાઈ ગયું. મહિલા તેના 30 વર્ષીય પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું કહેવાય છે. પરિવારના સભ્યો કહે છે કે આવું પહેલી વાર નથી જ્યારે તે ઘરેથી ભાગી ગઈ છે. તેમનું વર્તન હંમેશા શંકાસ્પદ રહ્યું છે.
જોકે, જ્યારે મહિલા લાંબા સમય સુધી વિસ્તારમાં દેખાઈ નહીં, ત્યારે આસપાસમાં ચર્ચાઓ શરૂ થઈ. હવે આ સમગ્ર મામલો જાહેર થયો છે. મહિલાનો દીકરો કહે છે કે આપણે એવી સ્ત્રીને ઘરમાં ન રાખવી જોઈએ જેણે આપણી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી હોય. આ સંદર્ભમાં, સ્થાનિક પોલીસે સ્પષ્ટતા કરી છે કે તેમને કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી; જો કોઈ ફરિયાદ નોંધાવાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. હાલમાં, આ મામલો સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.






