50 ફ્લાઇટને મળી બોમ્બની ધમકી, 14 દિવસમાં 350થી વધુ ફ્લાઇટને મળી ચુકી છે ધમકી
ત્રણ ઇન્ડિયન એરલાઇન્સની 50 ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેમાં ઇન્ડિગોની 18, વિસ્તારાની 17 અને અકાસાની 15 ફ્લાઇટ સામ

ત્રણ ઇન્ડિયન એરલાઇન્સની 50 ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેમાં ઇન્ડિગોની 18, વિસ્તારાની 17 અને અકાસાની 15 ફ્લાઇટ સામેલ છે. આ રીતે છેલ્લા 14 દિવસમાં 350થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી ચુકી છે. જોકે, તપાસમાં આ તમામ ધમકી ફેક નીકળી છે.
કેન્દ્ર સરકારે આ ધમકીઓને લઇને કડક વલણ અપનાવ્યું છે. IT મિનિસ્ટ્રીએ 26 ઓક્ટોબરે એડવાઇઝરી જાહેર કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું કે જો તે આવી ખોટી સૂચનાઓને તરત જ નથી હટાવતા તો તેમને IT એક્ટ હેઠળ મળતી ઇમ્યુનિટી રદ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આવી સૂચનાઓને તરત જ હટાવી તેની જાણકારી સંબંધિત અધિકારીઓને આપવી પડશે.
600 કરોડથી વધુનું નુકસાન
છેલ્લા કેટલાક દિવસમાં વિમાનમાં મળતી ધમકીઓને કારણે એરલાઇન્સ સર્વિસ પ્રભાવિત થઇ છે. એવિએશન મિનિસ્ટ્રીને 600 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે.






