ઠંડીથી બચવા સળગાવેલા તાપણામાં 3 લોકો જીવતા બળ્યા, જાણો ક્યાં બની ઘટના
મધ્ય પ્રદેશમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે. જેનાથી બચવ

મધ્ય પ્રદેશમાં હાલમાં જોરદાર ઠંડી પડી રહી છે. જેનાથી બચવા માટે લોકો તાપણું કરીને કાતિલ ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ શિવપુરી જિલ્લાના બૈરાડમાં ઠંડીથી બચવા માટે આ તાપણું લોકો માટે જીવલેણ સાબિત થયું. અહીં 3 લોકો જીવતા બળી ગયાની ઘટના સામે આવી છે.
કેવી રીતે બની ઘટના?
રાતે ઠંડીથી બચવા માટે વિચરતી પ્રજાતિના લોકો તાપણું સળગાવીને સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી. તાપણાની આગને કારણે આખું ઝૂંપડું ભડભડ સળગી ગયું હતું જેના લીધે ઊંઘમાં હોવાથી તેમને બચવાનો સમય જ ના મળ્યો. આ લોકો ઊંઘમાં ને ઊંઘમાં જ મોતને ભેટી ગયા હતા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બળી ગયેલા મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ કરવા મોકલી દીધા હતા.






