જમ્મુમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબક્યું, 8 ગુજરાતીઓ સહિત 18 લોકો ઈજાગ્રસ્ત

જમ્મુમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબક્યું, 8 ગુજરાતીઓ સહિત 18 લોકો ઈજાગ્રસ્ત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. સોનમર્ગથી શ્રીનગર જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક અચાનક કાબૂ બહાર જઈને અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં વાહનમાં સવાર ડ્રાઈવર સહિત કુલ 18 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓનો પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

6ની હાલત અત્યંત નાજૂક

જાહેરાત

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ઝડપી બચાવ કામગીરી હાથ ધરી હતી. ગનીવન, ગુંડ અને સોનમર્ગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઈજાગ્રસ્તોને સૌપ્રથમ ગુંડ PHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબીબોએ વધુ સારવાર અર્થેતમામ 18 ઈજાગ્રસ્તોને શ્રીનગરની શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) હોસ્પિટલમાં રિફર કર્યા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, ઈજાગ્રસ્તોમાંથી 6 લોકોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.

ઈજાગ્રસ્તોમાં અમદાવાદ-સુરતના રહિશ

સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO)ના જણાવ્યા પ્રમાણે, પ્રવાસીઓમાં ગુજરાતના અમદાવાદ અને સુરત ઉપરાંત પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ તેમજ પંજાબના ગુરદાસપુરના લોકો સામેલ છે.

  • અમદાવાદના ઈજાગ્રસ્તો
  • શારદાબેન (ઉં.વ. 58)
    રમેશભાઈ (ઉં.વ. 59)
    શોભાબેન (ઉં.વ. 50)
    રાજેશકુમાર
  • સુરતના ઈજાગ્રસ્ત
  • દાયશાબેન (ઉં.વ. 42)

સહિતના કેટલાક પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થઈ છે. વાહન પંજાબના ગુરદાસપુરના રહેવાસી ચલાવી રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત