17 પૂર્વ મુખ્યમંત્રી લડ્યા હતા લોકસભા ચૂંટણી, પાંચને મળી કારમી હાર, જુઓ યાદી
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે આ વખતની ચૂંટણીની વાત

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે આ વખતની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ-કોંગ્રેસ, સપા, નેશનલ કોન્ફરન્સ, પીડીપી, જેડીએસ જેવા પક્ષોના લગભગ 17 જેટલાં પૂર્વ મુખ્યમંત્રીઓ આ વખતે લોકસભા ચૂંટણીના મેદાને ઉતર્યા હતા. જોકે અહેવાલ એ છે કે આ 17 મુખ્યમંત્રીઓમાંથી 5 તો હારી ગયા અને 12ની જીત થઇ હતી. તો ચાલો જોઇએ કે કયા પક્ષના મુખ્યમંત્રી આ લોકસભા ચૂંટણીમાં સફળ થયા અને કોણે હારનો સ્વાદ ચાખ્યો?
| ઉમેદવાર | પક્ષ | બેઠક | રાજ્ય | વિજય/ પરાજય |
| ચરણજીતસિંહ ચન્ની | કોંગ્રેસ | જલંધર | પંજાબ | વિજય |
| ભૂપેશ બઘેલ | કોંગ્રેસ | રાજનંદગાંવ | છત્તીસગઢ | પરાજય |
| નબામ ટુકી | કોંગ્રેસ | અરૂણાચલ | અરૂણાચલ | પરાજય |
| સર્વાનંદ સોનોવાલ | ભાજપ | દિબ્રુગઢ | અસમ | વિજય |
| મનોહરલાલ ખટ્ટર | ભાજપ | કરનાલ | હરિયાણા | વિજય |
| ઓમર અબ્દુલ્લા | એનસી | બારામુલ્લા | જમ્મુ-કાશ્મીર | પરાજય |
| મહેબૂબા મુફ્તી | પીડીપી | અનંતનાગ | જમ્મુ-કાશ્મીર | પરાજય |
| જગદીશ શેટ્ટાર | ભાજપ | બેલગામ | કર્ણાટક | વિજય |
| બવસરાજ બોમ્મઈ | ભાજપ | હાવેરી | કર્ણાટક | વિજય |
| એચડી કુમારસ્વામી | જેડીએસ | માંડ્યા | કર્ણાટક | વિજય |
| શિવરાજસિંહ ચૌહાણ | ભાજપ | વિદિશા | મ.પ્રદેશ | વિજય |
| દિગ્વિજય સિંહ | કોંગ્રેસ | રાજગઢ | મ.પ્રદેશ | પરાજય |
| નારાયણ રાણે | ભાજપ | રત્નાગિરી | મહારાષ્ટ્ર | વિજય |
| બિપ્લવ કુમાર દેવ | ભાજપ | ત્રિપુરા પશ્ચિમ | ત્રિપુરા | વિજય |
| અખિલેશ યાદવ | સપા | કનૌજ | ઉત્તરપ્રદેશ | વિજય |
| ત્રિવેન્દ્રસિંહ રાવત | ભાજપ | હરિદ્વાર | ઉત્તરાખંડ | વિજય |




