Video: શવર્મા ખાધા બાદ 12ની તબિયત લથડી

મહારાષ્ટ્રના ભિવંડીમાં શવર્મા ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની આશંકાએ 12 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. શવર્મા ખાધા બાદ કેટલાક લોકોને તબિયત લથડવાની ફરિયાદ ઊભી થઈ હતી. ત્યારબાદ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફૂડ પોઇઝનિંગની આશંકાને પગલે સંબંધિત તંત્ર દ્વારા મામલે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
જાહેરાત













