VIDEO: માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગમાં ભૂસ્ખલનમાં બે લોકોના મોત
માતા વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. આ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતાં બે લો

માતા વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. આ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતાં બે લોકોના મોત થયા છે જ્યારે એક ઘાયલ છે. દૂર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. આ દૂર્ઘટનામાં એક શ્રદ્ધાળુનું મોત થયું છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે તાત્કાલિક કામગીરી ચાલુ કરી દેવાઈ છે. રસ્તામાંથી કાટમાળ હટાવવા માટે રસ્તાઓ બંધ કરી દેવાયા છે. ઘાયલ ભક્તને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી હતી અને તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.
વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સતર્ક રહેવા અને માર્ગની સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શન માટે આગળ વધવાની અપીલ કરી છે. ભૂસ્ખલનને લીધે અસ્થાયી રૂપે યાત્રાના રૂટ પર અવરજવર અટકાવી દેવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને ઝડપથી માર્ગને અડચણ વિનાનો ચોખ્ખો કરવા માટે સૂચના આપવામાં આવી છે.




