મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટડી તળાવમાં યુવક ડૂબ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં દશેરાના દિવસે તળાવમાં યુવક ડૂબી જવાની દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, તળાવમાં ડૂબતા વ્યક્તિને બચાવવા ગયેલો મુનાભાઈ નામનો યુવક પણ ડૂબ્યો હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાટડી નગરપાલિકા પાસે પૂરતાં સાધનો ન હોવાને કારણે બચાવ કામગીરી માટે સુરેન્દ્રનગરથી આશરે 60 કિલોમીટર દૂરથી ટીમ બોલાવવાની સ્થિતિ સર્જાઈ હતી. તળાવમાં યુવકનો મૃતદેહ શોધવા માટે ફાયર ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.  

આ સમાચાર શેર કરો