VIDEO: શિવરાજપુર બીચ પર યુવાન દરિયાના પાણીમાં ડૂબ્યો, ન્હાવા પર પ્રતિબંધ છતાં પ્રવાસીઓ ખેડી રહ્યા છે જીવનું જોખમ
દ્વારકાના જગપ્રસિદ્ધ શિવરાજપુર બીચ પર વધુ એક યુવાન દરિયાના પાણીમાં ડૂબ્યો છે. હાલ દરિયામાં ભારે કરંટ હોવાન

દ્વારકાના જગપ્રસિદ્ધ શિવરાજપુર બીચ પર વધુ એક યુવાન દરિયાના પાણીમાં ડૂબ્યો છે. હાલ દરિયામાં ભારે કરંટ હોવાને કારણે તંત્ર દ્વારા ન્હાવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમ છતાં નિયમો નેવે મૂકીને લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે. મધ્યપ્રદેશના ભોપાલથી ચાર મિત્રો દ્વારકા દર્શનાર્થે આવ્યા બાદ શિવરાજપુર બીચ પર ન્હાવા પડ્યા હતા.
દરિયાના જોરદાર પ્રવાહમાં ચારેય યુવાનો ડૂબવા લાગતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણ મિત્રોને હેમખેમ બચાવી લીધા હતા. જોકે, ૧૮ વર્ષીય પ્રશાંત ગોર નામનો યુવાન દરિયાના ઊંડા પાણીમાં લાપતા થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, તરવૈયા અને ફાયરની ટીમે વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે, પરંતુ હજુ સુધી ડૂબેલા યુવાનનો કોઈ પતો લાગ્યો નથી.




