ગુજરાતમાં મહિલાઓ અસલામત, 15 દિવસમાં દુષ્કર્મની 6 ઘટના
શું ગુજરાતમાં મહિલાઓ અને દિકરીઓ સુરક્ષિત છે? છેલ્લા થોડાક દિવસોમાં બનેલી ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થા પર સખ્ત સવાલો ઉભા કર્યા છે. ર

શું ગુજરાતમાં મહિલાઓ અને દિકરીઓ સુરક્ષિત છે? છેલ્લા થોડાક દિવસોમાં બનેલી ઘટનાઓએ કાયદો અને વ્યવસ્થા પર સખ્ત સવાલો ઉભા કર્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં બાળકીઓ, મહિલાઓ પરના અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં 15 દિવસમાં જ દુષ્કર્મની છ ઘટનાઓ બની છે, તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ, છેડતીની ઘટનાઓ વધી રહી છે.
સલામત ગુજરાતમાં મહિલાઓ, બાળકીઓ અસલામત
દાહોદમાં પાંચ વર્ષની માસુમ બાળકીને શાળાના નરાધમ આચાર્યએ જ હવસનો શિકાર બનાવી, નરાધમે ત્યારબાદ માસૂમની કરપીણ રીતે હત્યા કરીને ફેંકી દીધી હતી.
ગુજરાતમાં 15 દિવસમાં જ દુષ્કર્મની છ ઘટનાઓ બની
સુરેન્દ્રનગરમાં નશામાં ધૂત શખ્સે પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી. મહેસાણામાં એક સગીરા પર હોટલ પર દુષ્કર્મ આચરવામાં આવ્યં હતું. ઉત્તર ગુજરાતમાં ભૂવાએ સગીરાને લલચાવીને દુષ્કર્મ આચર્યું હતું, આ ઘટનામાં ભાજપ યુવા મોરચાના મંત્રીની સંડોવણી બહાર આવી હતી.
કિશોરી પર સામુહિક દુષ્કર્મની ઘટના
શનિવારે (પાંચમી ઓક્ટોબર) વડોદરામાં ભાયલીમાં કિશોરી પર સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ દુષ્કર્મ આચરનારા આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે. રાજ્યમાં દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ મામલે કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરીને આકરા સવાલો કર્યા હતા.






