પાટણ: જશવંતપુરામાં ખેતરમાં સૂતેલી મહિલા પર દુષ્કર્મ, બૂમાબૂમ કરતાં શખ્સ ભાગી ગયો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. જ્યાં પાટણના જશવંતપુરા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. જ્યાં પાટણના જશવંતપુરા ગામમાં ખેતરમાં સૂતેલી મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ હારિજ પોલીસ મથકે નોંધાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ: 'હોર્સ રાઈડીંગ કરાવતા અંકલે મારી સાથે...', 4 વર્ષની બાળકીએ રડતાં રડતાં કહ્યું
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના હારિજ તાલુકાના જશવંતપુરા ગામમાં ખેતરમાં મહિલા તેમના ઝૂંપડામાં સુતી હતી. આ દરમિયાન ખાખલ ગામના શખ્સે મોઢું દબાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ હાથ પર બચકાં ભર્યા હતા. તેમજ બૂમાબૂમ કરતાં શખ્સ ભાગી ગયો હતો.
પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યો
બીજી તરફ મહિલાએ મહિલાએ ખાખલ ગામના લાલાજી રણછોડજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






