ગુજરાતમાં આવનાર દિવસોમાં હવામાનમાં ફેરફાર, આવતી કાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતભરમાં ઉનાળાનો પ્રકોપ વરસી રહ્યો છે એવામાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત હવામાન વ

ગુજરાતભરમાં ઉનાળાનો પ્રકોપ વરસી રહ્યો છે એવામાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે કચ્છ અને રાજકોટમાં યેલો અલર્ટની આગાહી છે. બે દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ત્યારબાદ ફરી તાપમાનમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો વધારો જોવા મળશે.
અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવતીકાલથી બે દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે. 19 એપ્રિલના રોજ રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે.



